બ્રિટિશર હત્યા કેસમાં અરજી ફગાવાઈ
હિંમતનગરઃ વર્ષ ૨૦૦૨ના ગોધરાકાંડ બાદ પ્રાંતિજ ખાતે બ્રિટિશ નાગરિકની હત્યાના કેસમાં મુખ્ય સાક્ષી ઇમરાન દાઉદની ફેર જુબાની લેવા માટે સરકાર પક્ષે કરેલી અરજી સ્પશિયલ કોર્ટના જજ આઇ.પી. શાહે ફગાવી છે.
કોર્ટે નોંધ્યું હતું કે, ફરિયાદીની જુબાની આરોપીના એડવોકેટ અને સરકારી વકીલની હાજરીમાં લેવામાં
આવી હતી. જેમાં કોઈને વાંધો ન હોઈ શકે. અગાઉ બ્રિટિશ નાગરિકની હત્યાના કેસની સુનાવણી દરમિયાન કેસના મુખ્ય ફરિયાદ ઇમરાન દાઉદની જુબાની વિડીયો કોન્ફરન્સથી લેવામાં આવી હતી.
