મારે ખુલાસો કરવાની જરૂર નથીઃ અનુષ્કા

અનુષ્કા શર્મા અને ક્રિકેટર વિરાટ કોહલીના પ્રેમ સંબંધો વિષે બધાને જાણ છે જ. પરંતુ બંનેએ નક્કી કર્યું છે કે તેઓ તેમના અંગત સંબંધો વિષે કંઇ જણાવશે નહીં. વિરાટે અનુષ્કા સાથેના તેના અંગત સંબંધોની વાત સ્વીકાર કર્યા બાદ ફરીથી ચુપકીદી સાધી લીધી છે અને તેઓ બંને સાથે સંકળાયેલા પ્રશ્નોને નજરઅંદાજ કરે છે.
તાજેતરમાં જ એક મુલાકાત અનુષ્કાએ જણાવ્યું હતું કે, મને લાગે છે કે વિરાટે આ વાત સ્પષ્ટ કરી છે. આ સામાન્ય સમજણની વાત છે કે જો અમે બંને સાથે ઘણીવાર નજરે પડી રહ્યા છીએ તો અમારી વચ્ચે સંબંધ છે. આ ખૂબ જ અંગત વાત છે જે હું મારા મિત્રોને જણાવીશ, નહીં કે વિશ્વના લોકોને.’
