હસમુખ મિસ્ત્રી ચોરીના કેસમાં દોષિત

લેસ્ટરઃ હિન્કલેસ્થિત કો-ઓપ. સ્ટોરમાંથી ૯૩૬૯ પાઉન્ડ અને રગ્બી શાખામાંથી ૮૨૫૮ પાઉન્ડની ચોરી કરનારા ૫૪ વર્ષના કર્મચારી હસમુખ  મિસ્ત્રીને નાણા પરત કરવાનો આદેશ લેસ્ટર ક્રાઉન કોર્ટે કર્યો છે. આ ઉપરાંત, છ મહિનાની દેખરેખ સાથે બે વર્ષનો કોમ્યુનિટી ઓર્ડર પણ કરાયો છે.

વિંગ્સ્ટનના ગ્રાસ્મીઅરના રહેવાસી હસમુખભાઈએ ફેબ્રુઆરી ૨૦૧૧થી ઓક્ટોબર ૨૦૧૨ તેમ જ ફેબ્રુઆરી ૨૦૧૨થી ફેબ્રુઆરી ૨૦૧૩ના ગાળામાં બે સ્ટોરમાંથી ૧૭ હજાર પાઉન્ડથી વધુની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. અપરાધના સમયગાળામાં નાણાકીય મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા મિસ્ત્રીને ડેપ્યુટી મેનેજરના હોદ્દા પર બઢતી પણ મળી હતી.
રેકોર્ડર જેસન મેકઆડમે જપ્તી ઓર્ડર જારી કરી મિસ્ત્રીને તેમના પૂર્વ નોકરીદાતા હાર્ટ ઓફ ઈંગ્લેન્ડ કો-ઓપરેટિવ સોસાયટીને નાણા પરત કરવાનો હુકમ કરતા કહ્યું હતું કે આટલી ઉંમરની વ્યક્તિને ક્રિમિનલ કોર્ટમાં હાજર થયેલા જોવાનું દુઃખદ છે. જો મિસ્ત્રીને કસ્ટડીમાં મોકલાય તો તેઓ ફરિયાદ પણ કરી શકે તેમ નથી, પરંતુ જેલમાં મોકલવાથી નાણા પરત ચુકવવા બીજી નોકરી મેળવવાનું મુશ્કેલ બનશે.
પ્રોસિક્યૂટરે જણાવ્યું હતું કે મેનેજમેન્ટને સ્ટોરના નફામાં ઘટાડો જણાતા તપાસ કરાઈ હતી. જેમાં હસમુખ મિસ્ત્રીની ચોરી ખુલ્લી પડતાં તેમને સસ્પેન્ડ કરાયા હતા.

હસમુખ મિસ્ત્રી ચોરીના કેસમાં દોષિત
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.