હાથ નકામો થઈ ગયો, પણ દાદાનો લાંબા નખનો મોહ છૂટતો નથી

કોલકતાઃ મહાનગરમાં રહેતા આદિત્‍ય મુરારી નામના ભાઈએ ૧૯૮૨માં વિશ્વના સૌથી લાંબા નખનો વિક્રમ સજર્યો હતો. એ વખતે તેમની બધી જ આંગળીઓના નખ કુલ ૧૮૦ ઈંચની લંબાઈ ધરાવતા હતા. જોકે એ પછી તેમણે નખ કપાવી નાખવા પડયા. ત્રણ-ચાર વર્ષ પછી ફરીથી તેમને નખ વધારવાનું શૂર ચડયું. ૧૯૮૬ની સાલથી તેમણે નખ કાપવાનું બંધ કરી દીધુ. આથી હાલમાં ૭૨ વર્ષના દાદા આદિત્‍ય મુરારીના હાથમાં કુલ ૧૨૦ ઈંચ લાંબા નખ થઇ ગયા છે.

લાંબા નખને કારણે આદિત્ય મુરારીના હાથનું હલનચલન બરાબર થઈ શકતું નથી. વળી, માત્ર નખનું વજન જ અડધો કિલો જેટલું રહેતું હોવાથી એનુ વજન ઉપાડીને ડાબો હાથ પાતળો થઈ ગયો છે. આસપાસના લોકો હવે દાદાને ‘નોખ કાકુ’ એટલે કે નખવાળા કાકા કહીને જ બોલાવે છે.
લાંબા નખને કારણે તેઓ કંઈ જ કામ કરી શકતા નથી. નખ કાપીને જાતે ઉભી કરેલી સમસ્‍યા દૂર કરી શકે એમ હોવા છતાં દાદાની અપેક્ષા છે કે, સરકારે તેમના માટે કંઈ કરવું જોઈએ.

હાથ નકામો થઈ ગયો, પણ દાદાનો લાંબા નખનો મોહ છૂટતો નથી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.