ફિલ્મ પ્રિવ્યૂ - મેરી કોમ

ફિલ્મ પ્રિવ્યૂ - મેરી કોમ

આ ફિલ્મ ઉત્તર-પૂર્વીય રાજ્ય મણીપુરમાં ચોખાની ખેતી કરતા એક ખેડૂતની પુત્રી અને પાંચ વાર વર્લ્ડ એમેચ્યોર બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પર આધારિત છે. મેરી કોમે વર્ષ ૨૦૧૨માં લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતી ભારતને ગૌરવ અપાવ્યું હતું.

મહિલા બોક્સર મેરી કોમના જીવનના કેટલાક ખાસ કિસ્સા આ ફિલ્મમાં વણી લેવામાં આવ્યા છે અને તેમાં મેરી કોમની ભૂમિકા પ્રિયંકા ચોપરાએ ભજવી છે. આ ફિલ્મનું મોટાભાગનું શૂટિંગ મણીપુર અને ઈમ્ફાલમાં થયું છે, જ્યાં મેરી કોમ મોટી થાય છે અને બોક્સિંગની ટ્રેનિંગ લે છે. કાંગથેઈમાં જન્મેલી મેરી કોમ બોક્સિંગ શીખનારી એક માત્ર ટીનેજર હોય છે જે પોતાના પિતાનો રોષ વહોરીને પણ બોક્સિંગ શીખવા જાય છે. અનેક પડકારોનો સામનો કરીને મેરી કોમ પોતાના કોચ એમ. નરજીત સિંહ (સુનિલ થાપા) પાસેથી બોક્સિંગ શીખે છે. ફિલ્મમાં માત્ર મેરી કોમના બોક્સિંગ જ નહીં પરંતુ, તેનું પ્રેમ જીવન, લગ્ન અને તેના બાળકોની પણ વાત છે. તે મા બન્યા બાદ કમબેક કરી ૨૦૦૮, ૨૦૧૦ અને ૨૦૧૨માં કઈ રીતે વર્લ્ડ ચેમ્પિયન બને છે તેનું પણ વર્ણન ફિલ્મમાં કરવામાં આવ્યું છે. ફિલ્મમાં રમત-ગમત સાથે સંકળાયેલી કેટલીક બદીઓ જેવી કે બિનજવાબદાર અમલદારશાહી પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે.

• નિર્માતાઃ સંજય લીલા ભણશાળી • દિગ્દર્શકઃ ઓમુંગ કુમાર • લેખકઃ સૈવીન ક્વાદ્રસ • ગીતકારઃ પ્રશાંત ઇંગોલે અને સંદીપ સિંહ • સંગીતકારઃ શશિ સુમન અને શિવમ • ગાયકઃ વિશાલ દદલાણી, અરિજિત સિંહ, મોહિત ચૌહાણ, સલીમ મર્ચન્ટ અને પ્રિયંકા ચોપરા

ફિલ્મ પ્રિવ્યૂ - મેરી કોમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.