લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબમાં વિધવા સશક્તિકરણ પ્રોજેક્ટ

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબમાં વિધવા સશક્તિકરણ પ્રોજેક્ટ

લૂમ્બા ફાઉન્ડેશનના કાર્યક્રમમાં પંજાબના મુખ્યપ્રધાન પ્રકાશ સિંહ બાદલ સાથે લોર્ડ અને લેડી લુમ્બા

લંડનઃ વિશ્વની વિધવાઓ અને તેમના સંતાનોના કલ્યાણ માટે કાર્યરત યુએન માન્ય વૈશ્વિક બીનસરકારી સંસ્થા ધ લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબ સરકાર સાથે મળીને રાજ્યની ૫,૦૦૦ વિધવાઓનાં સશક્તિકરણ માટે અનોખા પ્રોજેક્ટનો આરંભ કરાયો છે. 

લુધિયાણામાં ગુરુ નાનક દેવ ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં મુખ્ય પ્રધાન પ્રકાશ સિંહ બાદલ મુખ્ય મહેમાન પદે ઉપસ્થિત હતા. મુખ્ય પ્રધાન બાદલ, લોર્ડ રાજ લૂમ્બા અને લેડી લૂમ્બાએ કેટલાંક લાભાર્થીઓને સીવવાના સંચા આપી પ્રોજેક્ટનો સત્તાવાર આરંભ કરાવ્યો હતો.
લોર્ડ રાજ લૂમ્બાએ જણાવ્યું હતું કે, ‘મારો જન્મ ધિલવાનમાં થયો હોવાથી હું પંજાબની ભૂમિ સાથે જોડાયેલો રહ્યો છું. ભલે, મારું નસીબ મને બીજે ખેંચી ગયું હોય. હું યુકેમાં સાંસદ છું અને મારું ફાઉન્ડેશન ભારત, શ્રી લંકા, બાંગલાદેશ, નેપાળ, કેન્યા, રવાન્ડા, માલાવી, સાઉથ આફ્રિકા, સીરિયા અને ગ્વાટેમાલા સહિત વિશ્વના અલગ અલગ સ્થળોએ વિધવાઓને ગરીબીના ભરડામાંથી બહાર લાવવા સક્રિયપણે કાર્યરત હોવાં છતાં, આ ગંભીર ઉદ્દેશ માટે મારી જ ભૂમિ સાથે હાથ મેળવવા કરતા વધુ આનંદ મારા માટે બીજો કશો નથી.
આપણે ભારતનો ૬૮મો સ્વાતંત્ર્ય દિન ઊજવ્યો, પરંતુ આપણી લાખો વિધવાઓને આર્થિક સ્વાતંત્ર્યની ચોકસાઈ કરી શક્યા નથી. મને આશા છે કે પંજાબ સરકાર સાથેની આ ભાગીદારી પંજાબ અને સમગ્ર ભારતમાં વિધવા હોવાં સાથે સંકળાયેલા આ કલંક અને તકલીફોની સંપૂર્ણ નાબૂદી કરવાના ધ્યેય તરફ દીર્ઘ સંબંધોનો આરંભ પૂરવાર થશે. હું એવી આશા રાખું છું કે ભારતના અન્ય રાજ્યો પણ જીવનનિર્વાહ માટે વિધવાઓનાં સશક્તિકરણ માટે ધ લૂમ્બા ફાઉન્ડેશન સાથે હાથ મિલાવશે.’

લૂમ્બા ફાઉન્ડેશન દ્વારા પંજાબમાં વિધવા સશક્તિકરણ પ્રોજેક્ટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.