વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન

વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન

જોહાનિસબર્ગઃ વિશ્વના સૌથી વયોવૃદ્ધ ક્રિકેટર સાઉથ આફ્રિકાના ઝડપી બોલર નોર્મન ગોર્ડનનું લાંબી બીમારી બાદ ૧૦૩ વર્ષની વયે નિધન થયું છે. ગોર્ડને પોતાના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા હતા, જ્યાં તેઓ ૬૦ કરતાં વધુ વર્ષ સુધી રહ્યા હતા. તેમણે ૧૯૩૯માં ઇંગ્લેન્ડ સામે પાંચ ટેસ્ટ રમીને ૨૦ વિકેટ ઝડપી હતી. વિશ્વયુદ્ધના કારણે તેઓ પોતાની કારકિર્દીને આગળ વધારી શક્યા નહોતા.

ગોર્ડન ૨૨ ખેલાડીઓમાંના એવા એક હતા જેમણે ઇંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે ૧૯૩૯માં ત્રીજીથી ૧૪મી માર્ચ સુધી ડરબન ખાતે રમયેલી ‘ટાઇમલેસ ટેસ્ટ’માં રમ્યા હતા. તેમણે આ ટેસ્ટમાં ૯૨.૨ ઓવર ફેંકી હતી અને પ્રત્યેક ઓવર આઠ બોલની હતી. ટેસ્ટ મેચ દસમા દિવસે પૂરી થઈ હતી કારણ કે ઇંગ્લેન્ડને ડરબન જવા માટે કેપટાઉનથી જહાજ પકડવાનું હતું.

વિશ્વના ઓલ્ડેસ્ટ ક્રિકેટર નોર્મન ગોર્ડનનું ૧૦૩ વર્ષની વયે નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.