દિવ કડિયા જ્ઞાતિ સમાજે વેમ્બલીમાં ઉજવ્યો દિપોત્સવી મહોત્સવ

તસવીરમાં રંગોળી હરિફાઇમાં પ્રથમ અાવનાર કિશોરીને લક્ષ્મીજીની સોનાની મૂર્તિ ભેટ અાપી રહેલા સમાજના પ્રમુખ ઉપેન્દ્રભાઇ સોલંકી અને અન્ય કાર્યકરો.
દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો.
દિવ કડિયા જ્ઞાતિ સમાજ યુ.કે. દ્વારા ૧લી નવેમ્બર, શનિવારે કોપલેન્ડ કોમ્યુનિટી સ્કૂલના હોલમાં દિવાળી મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાયો. જેમાં સમાજની યુવાપેઢીએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લઇ વિવિધ જાતના સાંસ્કૃિતક કાર્યક્રમો રજૂ કર્યા હતા. અા વેળાએ બ્રેન્ટ બરોના મેયર, સ્થાનિક કાઉન્સિલરો તથા બ્રેન્ટ હિન્દુ કાઉન્સિલના અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા. અા પ્રસંગે શૈક્ષણિક, વ્યવસાયિક અને સામાજિકક્ષેત્રે પ્રશંસનીય અનુદાન અાપનાર યુવાન-યુવતીઅો અને સમાજના સભ્યોનું સ્મૃિતભેટ અાપી સન્માન કરવામાં અાવ્યું હતું.
