ભાદરણના યુવાને ચાર લાખ પાઉન્ડના લોભમાં જીવનમૂડી ગુમાવી

આણંદઃ જિલ્લાના ભાદરણ ગામના યુવાનને ચાર અજાણ્યા શખસોએ ફોન ઉપર ચાર લાખ પાઉન્ડની લોટરી લાગ્યાની લાલચ આપીને બેંકમાં આઠ લાખ રૂપિયા જમા કરાવીને તેની સાથે છેતરપિંડી આચરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભાદરણના સંજયભાઈ મણિભાઈ પ્રજાપતિને દોઢ મહિના પહેલા અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનારે રૂ. ચાર લાખ પાઉન્ડની લોટરી લાગી હોવાનું જણાવીને તેમની પાસેથી વિગત માગી હતી. જેથી સંજય પ્રજાપતિએ નામ-સરનામું અને બેંક એકાઉન્ટ સહિતની વિગતો મોકલી આપી હતી. 

બે દિવસ પછીથી યુવાન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, બે દિવસમાં અમારો ઓફિસર તમારી લોટરીની રકમ લઈને દિલ્હી આવી સંપર્ક કરશે. બે દિવસ બાદથી દિલ્હીના કોઈ નંબર પરથી ફોન આવ્યો હતો અને ફોન કરનારે કહ્યું હતું કે, મારે પાર્સલ છોડાવવા રૂ. ૨૫ હજાર ભરવાના છે, પરંતુ મારી પાસે ભારતીય ચલણમાં નાણાં નથી તેથી તમે ખાતામાં નાણાં જમા કરાવો.
સંજય પ્રજાપતિએ અજાણી વ્યક્તિએ આપેલા બેંક એકાઉન્ટમાં રૂ. ૨૫ હજાર જમા કરાવ્યા હતા. તે પછી બેંકમાં એકાઉન્ટ ખોલાવવા તથા એન્ટિટેરિઝમ ફંડના નામે જુદા જુદા સમયે કુલ રૂ. ૮ લાખની રકમ જમા કરાવી હતી.
અજાણી વ્યક્તિએ ફરીથી ફોન કરીને લોટરીની રકમ તમારા એકાઉન્ટમાં જમા થયાનું કહેતા સંજયભાઈએ તપાસ કરી હતી પરંતુ બેંક ખાતામાં રકમ જમા નહીં થઈ હોવાથી પોતે છેતરાયાનું માલૂમ પડતા તેમણે ફરિયાદ નોંધાવી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધીને ઠગાઈ આચરનારા શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.

ભાદરણના યુવાને ચાર લાખ પાઉન્ડના લોભમાં જીવનમૂડી ગુમાવી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.