ભારત વન-ડે રેન્કીંગમાં નં. ૧

હૈદરાબાદઃ ઓપનર શિખર ધવનના શાનદાર ૯૧ રન અને વિરાટ કોહલીની કેપ્ટન્સ ઇનિંગના સહારે ભારતે શ્રીલંકાને ત્રીજી વન-ડેમાં છ વિકેટે હરાવીને પાંચ વન-ડે મેચની સિરીઝમાં ૩-૦ની અજેય લીડ મેળવીને સિરીઝ કબ્જે કરી છે.

આ સાથે ભારતે વન-ડે રેન્કિંગમાં પણ નંબર વનનું સ્થાન મેળવ્યું છે. ત્રીજી વન-ડેમાં શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતાં ૨૪૨ રન કર્યા હતા. જવાબમાં ભારતે ૪૪.૧ ઓવરમાં લક્ષ્યાંક મેળવ્યો હતો. સદી ફટકારનાર જયવર્દનેને મેન ઓફ ધ મેચ જાહેર થયો હતો.
૨૪૨ રનના લક્ષ્યાંક સામે ધવન અને રહાણેએ ૬૨ રનની ભાગીદારી નોંધાવી સારી શરૂઆત અપાવી હતી. કોહલી અને ધવને સ્કોર ૨૦૦ રનની પાર પહોંચાડયો હતો. બંને ટીમને જીતની નજીક લઈ જઈ રહ્યા હતા ત્યારે ધવન ૯૧ રને આઉટ થતાં સદી ચૂક્યો હતો. જોકે, કોહલીએ આ દરમિયાન પોતાની અર્ધી સદી પૂરી કરવાની સાથે કારકિર્દીના છ હજાર રન પૂરા કરવાની સિદ્ધિ હાંસલ કરી હતી.

ભારત વન-ડે રેન્કીંગમાં નં. ૧
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.