મુંબઇમાંથી ગુજરાતીઓનો સફાયો કરવો છે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં પોતાના પિતા અને રાજ્યના પૂર્વ મુખ્ય પ્રધાન નારાયણ રાણેની હારના આઘાતમાંથી બહાર નહીં આવી શકેલા કોંગ્રેસના ધારાસભ્ય નીતેશ રાણેએ ફરી એકવાર ગુજરાતી સમુદાય વિરુદ્ધ ઝેર ઓક્યું છે, તેણે ગત સપ્તાહે એક વિવાદિત નિવેદન આપતાં જણાવ્યું કે, તેઓ મુંબઈમાંથી ગુજરાતીઓનો સફાયો કરવા ઇચ્છે છે.
નીતેશ રાણેનાં આ વિવાદિત નિવેદનને પગલે મહારાષ્ટ્રમાં કોંગ્રેસની મુશ્કેલીઓમાં વધારો થયો છે. જોકે કોંગ્રેસ તેમનાં આ નિવેદનથી હાથ ખંખેર્યાં છે.
