મોરબીના વતની બે સભ્યો કેન્દ્ર અને રાજ્યના પ્રધાનમંડળમાં

Mohanbhai Kundaria and Jayantibhai Kavadia
અમદાવાદઃ મોરબીના વતની એવા સંસદ સભ્ય અને ધારાસભ્યને કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રધાનમંડળમાં સ્થાન મળ્યું છે.
મૂળના મોરબીના અને લોકસભા ચૂંટણીમાં રાજકોટ બેઠક પરથી ચૂંટાયેલા મોહનભાઇ કુંડારિયાને રવિવારે થયેલા નરેન્દ્ર મોદી સરકારના પ્રધાન-મંડળના વિસ્તરણમાં રાજ્યકક્ષાના કૃષિ પ્રધાન બનાવવામાં આવ્યા છે. જ્યારે હળવદના ધારાસભ્ય અને મોરબીના વતની જયંતીભાઇ કવાડિયાને ગુજરાત સરકારમાં પંચાયત પ્રધાન છે. આ રીતે મૂળ મોરબીના પરંતુ બે જુદી જુદી બેઠક પરથી ચૂંટાયેલા સાંસદ અને ધારાસભ્ય કેન્દ્ર અને રાજ્યમાં પ્રધાન બન્યા હોય તેવી મોરબીના વતનીઓ માટે મોટી ઘટના છે. આ બંને મહાનુભાવો મોરબીમાં રહે છે.
આ ઉપરાંત ભાજપના જ કાંતિલાલ અમૃતિયા મોરબી વિધાનસભા બેઠક પરથી ત્રીજી વાર ચૂંટાયા છે.
