યુકેવાસીની ખોવાયેલી બેગ પરત કરી
માંડવીઃ લંડન નોર્થ હેમ્ટનથી માંડવી ફરવા આવેલા ભાટિયા પરિવારની બે લાખની રોકડ, પાસપોર્ટ, બેંક કાર્ડ સહિતની બેગ ખોવાઈ ગયા બાદ સ્થાનિક રહેવાસી અને દરજી કામ કામ કરતા નીતિન ઓઘવજી પરમારે પરત કર હતી.
કચ્છીની પ્રામાણિકતા જોઈને ભાટિયા પરિવાર ગદગદિત થઈ ગયો હતો. બિપિનભાઈ અને કીર્તિબહેન ભાટિયા દેવસ્થાને આવ્યા હતા. દેવસ્થાન જતા હેન્ડબેગ ક્યાંય પડી ગઈ હતી, જેથી પરિવારના સભ્યો નિરાશ થઇ ગયા હતા. પરંતુ તે બેગ નીતિનભાઇને મળતાં તેમણે મૂળ માલિકને પરત કરી હતી.
