રાજકોટના યુવાનને ગૂગલમાં રૂ. ૧.૪૦ કરોડની ઓફર
રાજકોટના અને અત્યારે ગોવામાં MScનો અભ્યાસ કરી રહેલ કૃણાલ કિશોરભાઇ પટેલને ગૂગલ કંપની દ્વારા કંપનીના ગ્લોબલ હેડક્વાર્ટરમાં એક્સક્લુઝિવ સોફ્ટવેર એન્જિનિયરની વર્ષે રૂ. ૧.૪૦ કરોડના પગાર સાથેની નોકરી ઓફર થઈ છે જે કૃણાલે સ્વીકારી લીધી છે અને હવે તેણે ૨૦૧૫ના ઓક્ટોબરમાં તેમાં જોડાવાનું રહેશે.
એ પહેલાં કૃણાલને છ મહિના કંપનીના બેંગલોર ડિવિઝનમાં ટ્રેઇનિંગ અપાશે. કંપની કૃણાલને રહેવા માટે એક ફ્લેટ પણ આપશે. અત્યાર સુધી ગુજરાતી માધ્યમમાં ભણેલા કૃણાલે કહ્યું હતું કે જે સર્ચ એન્જિનમાં હું મારી જરૂરિયાત શોધી રહ્યો હતો એ જ સર્ચ એન્જિનમાં મને જોબ મળી એ વાત મારા માટે સૌથી મહત્વની છે.
