૩૩૫ આદિવાસીઓ ફરીથી હિન્દુ બન્યાઃ

વલસાડ પંથકના ધરમપુરના બરૂમાળના ભાવભાવેશ્વર મહાદેવ મંદિરે ગત સપ્તાહે ધરમપુર અને કપરાડા તાલુકાના ૧૩૯ પરિવારોના ૩૩૫ સભ્યો ખ્રિસ્તી ધર્મ છોડી શાસ્ત્રોક્ત વિધિથી પુનઃ હિંદુ ધર્મમાં જોડાયાં હતાં. ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા અપાતી ચીજવસ્તુઓની લાલચમાં આવી જઈ તેઓ ધર્માંતરણ કરતા હતા.

• નવસારીના  કસ્બા ગામે દક્ષિણ આફ્રિકાવાસી સ્વ. છગનભાઇ મણીભાઇ પટેલના પૌત્રના ઘરે ખોદકામ દરમિયાન કામ કરતા મજૂરોને દોઢ કિલો સોનાના સિક્કા અને દાગીના મળ્યા હતાં. જેને તેમણે પોતાના ઘરમાં છુપાવ્યા હતાં. આ બાતમી પોલીસને મળતાં તેમણે એક મજૂરના ઘરેથી રૂ. ૩૪.૪૩ લાખનું સોનું કબ્જે કરી મજૂરની પૂછપરછ કરી હતી.

૩૩૫ આદિવાસીઓ ફરીથી હિન્દુ બન્યાઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.