આગામી વર્ષે ઘરના ભાવ ઘટશે?

લંડનઃ મકાન કે ઘર ખરીદવા આવતા વર્ષ સુધી રાહ જોવી જોઈએ કે નહિ, તે મોટો પ્રશ્ન છે. સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રીસર્ચની આગાહી મુજબ ઘરની કિંમતોમાં આગામી વર્ષે ૦.૮ ટકાનો ઘટાડો થશે. 

આ વર્ષે મકાનોની કિંમતમાં ૭.૮ ટકાનો વધારો જોવાં મળશે, પરંતુ પ્રોપર્ટીની આસમાને જતી કિંમતો માટે ૨૦૧૫નું વર્ષ નાટ્યાત્મક વળાંક સાબિત થશે. જો ભાવમાં ૦.૮ ટકાનો નજીવો ઘટાડો થાય તો પણ સરેરાશ મકાનની કિંમતમાં સરેરાશ ૨,૧૭૫ પાઉન્ડ ઘટશે. યુકેમાં ઘણાં વિસ્તારોમાં નવા ખરીદારોની પૂછપરછ ઘટી છે અને પ્રોપર્ટી લાંબો સમય વેચાયા વિનાની રહેવાના પરિણામે ભાવ ઘટવાનાં ચિહ્નો જણાય છે. યુકેના અતિ ખર્ચાળ લંડન જેવાં વિસ્તારોમાં પણ કિંમતો પોસાવાની બાબત સમસ્યા બની છે અને ખરીદારો આસમાને ગયેલી કિંમતો અંગે નિરાશા વ્યક્ત કરી રહ્યાં છે.

આગામી વર્ષે ઘરના ભાવ ઘટશે?
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.