આનંદો.... ભૂજ-દિલ્હી અને અમદાવાદ-અબુધાબી ડેઇલી ફ્લાઈટ શરૂ થશે

અમદાવાદઃ ભૂજથી દિલ્હી અને અમદાવાદથી અબુધાબીની ડેઇલી ફ્લાઇટ શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. જેટ એરવેઝ ૧૪ નવેમ્બરથી અમદાવાદથી અબુધાબી તેમ જ ૨૬ ઓક્ટોબરથી ભૂજથી દિલ્હી માટે ડેઇલી ફ્લાઇટ શરૂ કરશે.

 અમદાવાદ સહિત રાજ્યના લોકો યુરોપ, અમેરિકા અને ગલ્ફના દેશોમાં વિવિધ સ્થળોએ પહોંચી શકે તે માટે અમદાવાદથી અબુધાબીની સીધી ફ્લાઈટ શરૂ કરવા તેમ જ ગુજરાતમાં યોજાતા રણોત્સવ સહિત રણની મુલાકાતે આવતા પ્રવાસીઓ સીધા ભૂજ પહોંચી શકે તે માટે દિલ્હીથી ભૂજની સીધી ફ્લાઇટ શરૂ થઈ રહી છે. ૧૪ નવેમ્બરથી દરરોજ રાત્રે ૮.૦૦ કલાકે અમદાવાદથી ફ્લાઈટ ઉપડી રાત્રે ૧૦ કલાકે અબુધાબી પહોંચશે. જ્યારે અબુધાબીથી આ ફ્લાઇટ બપોરે ૩.૦૦ કલાકે ઉપડી સાંજે અમદાવાદ પહોંચશે.

આનંદો.... ભૂજ-દિલ્હી અને અમદાવાદ-અબુધાબી ડેઇલી ફ્લાઈટ શરૂ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.