એન્ટિબાયોટિક્સના પ્રીસ્ક્રિપ્શન્સમાં અભૂતપૂર્વ વૃદ્ધિઃ
એન્ટિબાયોટિક્સનો પ્રતિકાર કરી શકે તેવા સુપરબગ્સ વધી રહ્યાની ચેતવણીઓ છતાં NHS દ્વારા પેશન્ટ્સને મોટા પ્રમાણમાં એન્ટિબાયોટિક્સ અપાઈ રહી હોવાનું એક રિપોર્ટમાં જણાવાયું છે. નિષ્ણાત ડોક્ટર્સની ચેતવણીઓને અવગણી હોસ્પિટલ્સ અને આઉટ ઓફ અવર્સ જીપી અનાવશ્યક પ્રીસ્ક્રિપ્શન્સમાં કાપ મૂકવામાં નિષ્ફળ રહ્યાં છે. આરોગ્ય સેવા અકલ્પનીય કિંમતી સ્રોત વેડફી રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
• GCSE વિદ્યાર્થીઓ સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશેઃ ઓક્સફર્ડ યુનિવર્સિટી દ્વારા અભૂતપૂર્વ પ્રયોગમાં હજારો GCSE વિદ્યાર્થીઓ શાળાના પરંપરાગત સમયથી એક કલાક મોડાં એટલે કે સવારે ૧૦ વાગ્યાથી અભ્યાસ શરૂ કરશે. આના પરિણામે ધોરણ ૧૦ અને ૧૧માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમના સ્કોરમાં કેટલો સુધારો કરી શકે છે તે ચકાસવામાં આવશે. ઈંગ્લેન્ડની ૧૦૦ શાળાના GCSE વિદ્યાર્થીઓ ચાર વર્ષના પ્રોજેક્ટમાં સાંકળવામાં આવશે.
