કચ્છમાં નર્મદાના નીર વધારવા નિર્ણયઃ
કચ્છમાં સતત બે વર્ષથી પૂરતા પ્રમાણમાં વરસાદ નહીં પડતા ભવિષ્યમાં પાણીની ગંભીર અછત સર્જાવાની સંભાવના ઊભી થઇ હતી. નર્મદા નદીની લાઇનમાંથી માળિયાથી કચ્છને ૨૨૦ એમએલ.ડી. પાણી મળે છે જે કચ્છની ઘણો ઓછો જથ્થો છે, જથ્થો વધારવા શું કરી શકાય એ માટે એન્જિનિયરોએ નવી મશિનરી અને જરૂર લાગે ત્યાં વધારાની પાઇપલાઈન નાખવાના કરેલા સૂચનોને મંજૂરી અપાઈ છે.
