કન્જેશન ચાર્જથી ટ્રાફિક અકસ્માતો ઘટ્યાંઃ

લંડનમાં ૨૦૦૩થી દાખલ કરાયેલા કન્જેશન ચાર્જના પરિણામે ટ્રાફિક અકસ્માતોમાં ૩૩ ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. લેન્કેસ્ટર યુનિવર્સિટી મેનેજમેન્ટ સ્કૂલના અર્થશાસ્ત્રીઓના સંશોધન અનુસાર ચાર્જ દાખલ કરાયો ત્યારે વાહનોની સરેરાશ ઝડપ ૮.૬ માઈલ પ્રતિ કલાકથી વધીને હાલ ૨૦ માઈલ પ્રતિ કલાક થઈ હોવાં છતાં અકસ્માતોની સંખ્યા માસિક ૧૨૦થી ઘટીને માત્ર ૮૦ના આંકડે આવી છે. લંડન કન્જેશન ચાર્જ દિવસના ૧૧.૫૦ પાઉન્ડ છે.

• કેમરનની યોજનાથી યુકેના વિભાજનનું જોખમઃ  પૂર્વ લેબર પ્રાઈમ મિનિસ્ટર ગોર્ડન બ્રાઉને તેમના અનુગામી વડા પ્રધાન કેમરનને ચેતવણી આપી છે કે ઈંગ્લિશ કાયદા માટે ઈંગ્લિશ વોટિંગની તેમની યોજનાથી યુકેના વિભાજનનું જોખમ છે. વેસ્ટમિન્સ્ટરમાં ઈંગ્લિશ કાયદાઓ માટે સ્કોટિશ સાંસદોને મતદાનથી પ્રતિબંધિત કરવાની યોજના એક યુકેમાં સાંસદોના બે વર્ગ ઊભાં કરશે.

કન્જેશન ચાર્જથી ટ્રાફિક અકસ્માતો ઘટ્યાંઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.