ગુજરાતમાં દર દસમાંથી એક વ્યક્તિને ડાયાબિટીસ
ગુજરાત માટે ડાયાબિટીસનો રોગ ધીરે ધીરે તેનો પંજો ફેલાવી રહ્યો છે. તાજેતરમાં હાથ ધરાયેલા સર્વેના તારણ અનુસાર દેશભરમાં ડાયાબિટીસના સૌથી વધુ દર્દીઓ ધરાવતા રાજ્યમાં ગુજરાત બીજા સ્થાને આવી ગયું છે.
સર્વેક્ષણ પ્રમાણે ગુજરાતમાં ડાયાબિટીસનું દર્દીઓનું પ્રમાણ ૯.૫૭ ટકા છે. આમ, રાજ્યમાં પ્રતિ ૧૦માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો શિકાર છે. સૌથી વધુ ડાયાબિટીસના દર્દી ધરાવતા રાજ્યમાં ગુજરાત કરતા સિક્કીમ જ આગળ છે. સિક્કીમમાં ડાયાબિટિસના દર્દીનું પ્રમાણ ૧૩.૬૭ ટકા છે.
