જૂનાગઢ પાસે રૂ. સાત કરોડની લૂંટઃ

જૂનાગઢ તાલુકાના આંબલિયા નજીકથી ગત સપ્તાહે મુંબઈના એક બિલ્ડરના બ્રોકર અને તેના ડ્રાઇવરનું ચાર શખસો રૂ. સાત કરોડની રોકડ તથા કાર સાથે અપહરણ કરી જતા સનસનાટી મચી ગઈ છે. વિગતો મુજબ  મુંબઈના બિલ્ડરે ધોરાજી તાલુકાના નાનીમારડ ગામે ખરીદેલી જમીનના પૈસા આપવા માટે બ્રોકર અને ડ્રાઇવર આવ્યા હતા. જેમાં જૂનાગઢના ઝાંઝરડા અને ધોરાજીના પાટણવાવના બે સ્થાનિક બ્રોકરોને ચારેય શખસોએ માર મારી કારમાંથી ઉતારી દીધા હતાં. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે. આ ઘટનાથી  સૌરાષ્ટ્રભરમાં સનસનાટી મચી ગઈ હતી.

• ગીરનું સિંહ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલશેઃ એશિયાઇ સિંહોના એકમાત્ર રહેઠાણ એવા ગીર જંગલમાં સાવજોનો સંવનનકાળ પૂરો થયો છે. હવે ૧૬ ઓક્ટોબરથી આ અભ્યારણ્ય પ્રવાસીઓ માટે ખૂલ્લું મૂકાશે. દર વર્ષે ૧૫ જૂનથી ૧૬ ઓક્ટોબર સુધી વર્ષાઋતુના દિવસોમાં ચાર મહિના માટે ગીર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ હોય છે. ગત ૧૬ ઓક્ટોબર ૨૦૧૩થી ૧૫ જૂન ૨૦૧૪ સુધીમાં ગીર અભયારણ્ય અને દેવળિયા પાર્કમાં ૪.૮૫ લાખ પ્રવાસીઓ આવ્યા હતા.

જૂનાગઢ પાસે રૂ. સાત કરોડની લૂંટઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.