ફિલ્મ-પ્રીવ્યૂ: હૈદર
આ ફિલ્મની સ્ટોરી મા અને દીકરા વચ્ચેની ટસલની છે. મૂળ કાશ્મીરી એવા હૈદર (શાહિદ કપૂર)ને ખબર પડે છે કે તેના પિતા અચાનક જ ગાયબ થઈ ગયા છે. કાશ્મીરીઓમાં આ રીતે ગાયબ થઈ જવાનો અર્થ એક જ હોય છે કે કાં તો તેને મિલટરી પકડી ગઈ અને કાં તો આતંકવાદીઓએ તેમની હત્યા કરી હોય, પણ હૈદરના અબ્બા સાથે એવું પણ થયું નથી.
હૈદર કાશ્મીર પાછો આવે છે અને અબ્બાને શોધે છે. અબ્બાને શોધતા તેને જે કારણ મળે છે એ કારણ તેને શોક આપનારું છે. હૈદરને ખબર પડે છે કે તેની પોતાની મા ગઝાલા (તબુ)ને સગા ચાચા (કે. કે. મેનન) સાથે આડા સંબંધો છે અને એ સંબંધોને કારણે જ તેના અબ્બા બધું છોડીને નીકળી ગયા છે. હૈદર મહામુશ્કેલીએ અબ્બા સુધી પહોંચે છે, પણ અબ્બા તેની આંખો સામે જ જન્નતનશીન થઈ જાય છે અને જતાં પહેલાં તે હૈદર પાસેથી વચન લે છે કે તે તેના મૃત્યુનો બદલો તેની મા સાથે લેશે. હવે હૈદર અને તેની મા આમને-સામને આવે છે. હવે આગળની સ્ટોરી જાણવા ફિલ્મ જોવી રહી.
નિર્માતાઃ સિદ્ધાર્થ રોય કપૂર-વિશાલ ભારદ્વાજ
દિગ્દર્શકઃ વિશાલ ભારદ્વાજ
અન્ય કલાકારઃ શ્રદ્ધા કપૂર, ઇરફાન ખાન, કુલભૂષણ ખરબંદા, આશિષ વિદ્યાર્થી વગેરે
ગાયકઃ સુખવિંદર સિંહ
ગીતકારઃ ગુલઝાર
સંગીતકારઃ વિશાલ ભારદ્વાજ
