મિલ્સેન્ટવાળા જશભાઇ પટેલનું નિધન

આણંદઃ આણંદના ધારાસભ્ય રોહિતભાઈ પટેલ (મિલસેન્ટવાળા) ના પિતા જશભાઈ મગનભાઈ પટેલનું ૯૪ વર્ષની વયે નિધન થયું છે.

મિલ્સેન્ટના સ્થાપક એવા જશભાઈ ૧૯૪૬માં ઇન્ટર સાયન્સનો અભ્યાસ વડોદરા ખાતે અધૂરો છોડી ગાંધીજીની વિચારધારાથી પ્રેરાઈને આઝાદીની લડતમાં જોડાયા હતા અને આજીવન ગાંધીવાદી રહ્યા હતા. તેઓ હંમેશા ખાદીનો પોષાક પહેરતાં. શરૂઆતમાં ઓઇલ એન્જીનના નાનાપાયે ધંધાની શરૂઆત કરીને ખૂબ જ મહેનતથી ટૂંકા સમયમાં ધંધાને મજબૂત રીતે વિકસાવ્યો હતો. અત્યારની મિલ્સેન્ટ અને માર્ક એન્જીનીયરીંગ કંપનીને પોતાની આગવી સુઝથી દેશ-વિદેશમાં પ્રખ્યાત બનાવી છે. જશભાઈ પુત્રી રમીલાબેન, પુત્રો પ્રફુલભાઈ, રોહિતભાઈ અને જીતુભાઈને વિલાપ કરતા મુકી ગયા છે.

મિલ્સેન્ટવાળા જશભાઇ પટેલનું નિધન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.