સાઇ-શંકરાચાર્ય વિવાદમાં કોર્ટ હસ્તક્ષેપ કરશે નહીં
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ દ્વારકાપીઠના શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી સરસ્વતી અને સાઈ બાબાના ભક્તો વચ્ચે ચાલી રહેલા વિવાદમાં હસ્તક્ષેપ નહીં કરે. જસ્ટિસ ટી. એસ. ઠાકુરની અધ્યક્ષતામાં બનેલી બેન્ચે આદેશ આપ્યો છે કે સરકાર કે સંબંધિત પક્ષોએ વિવાદનો ઉકેલ શોધવો જોઈએ. સાઇભક્તોની શ્રદ્ધાનો અધિકાર બાધિત થઈ રહ્યો છે તો તેઓ શંકરાચાર્ય સામે કેસ દાખલ કરી શકે છે. તેમની સામે ફોજદારી કે દીવાની કેસ કરી શકાય છે. આ આસ્થા સાથે સંકળાયેલો પ્રશ્ન છે. જુલાઈમાં શંકરાચાર્યએ સાંઇપૂજા બંધ કરવા જણાવ્યું હતું.
