• પિતાને ખભા પર બેસાડીને પુત્ર હજ કરવા લઈ ગયોઃ
એક ભારતીય તેના પિતાને ખભા પર બેસાડીને હજ કરવા પહોંચ્યો છે. તેણે પિતાને ખભા પર બેસાડીને જ હજની બધી અરકાન (વિધિઓ) અદા કરી હતી. લગભગ ૫૦ વર્ષીય મુહમ્મદ રશીદે જણાવ્યું કે પિતાને લઈ જવા માટે તે વ્હીલચેર ખરીદી શકતો હતો, પરંતુ પોતાના ખભાથી વધુ આરામદાયક વ્હીલચેર ક્યાંય ન મળતાં તેણે આ નિર્ણય કર્યો હતો. ‘સાઉદી ગેઝેટ’માં જણાવાયું હતું કે રશીદ તેના પિતાનો એકનો એક પુત્ર છે. માતાના નિધન પછી રશીદ જ તેના પિતાની દેખભાળ કરે છે. રશીદે જણાવ્યું હતું કે જ્યારે તે નાનો હતો ત્યારે પિતા તેને ખભા પર બેસાડીને ફરવા લઈ જતા હતા, હવે પિતાને ખભા પર બેસાડીને લઈ જવાનો તેનો વારો છે.
• જર્મનીમાં બાલ્ટિક સમુદ્રના ગ્ડાન્સ કિનારા પાસેથી મળેલા શિપરેકમાંથી આશરે ૨૦૦ વર્ષ જૂની દારૂની બોટલ મળી આવી છે. મિનરલ વોટરની બોટલમાં ભરાયેલો આ દારૂ અત્યારે પણ પીવાલાયક હોવાનું પરીક્ષણમાં જણાયું હતું. નેશનલ મેરિટાઇમ મ્યુઝિયમના અંડરવોડર આર્કિયોલોજિસ્ટે શિપરેકમાં તપાસ હાથ ધરી હતી, જેમાં આ દારૂ મળ્યો હતો.
