ઓલ્ડ વોર ઓફિસ હિન્દુજા હસ્તક

ઓલ્ડ વોર ઓફિસ હિન્દુજા હસ્તક

લંડનઃ બ્રિટનના ધનાઢય હિન્દુજા ગ્રૂપે સ્પેનિશ ઔદ્યોગિક કંપની સાથે મળીને યુકેની ઐતિહાસિક ઓલ્ડ વોર ઓફિસ બિલ્ડિંગ ખરીદી લીધું છે. બ્રિટનમાં પ્રથમ વિશ્વ યુદ્ધ વેળા આ ઇમારતમાં તત્કાલીન વડા પ્રધાન વિન્સ્ટન ચર્ચિલનું કાર્યાલય હતું. 

હિન્દુજા ગ્રૂપના વડા એસ. પી. હિન્દુજા અને જી. પી. હિન્દુજાએ સ્પેનની ઓબ્રાસ્કોન હુઆર્તે લેઇન ડેસારોલોસ (ઓએચએલડી) સાથે હિસ્સેદારીમાં આ હેરિટેજ બિલ્ડિંગ ખરીદી છે. ઇતિહાસ તેમ જ વ્હાઇટહોલનાં વારસામાં અમૂલ્ય યોગદાન આપનાર ઓલ્ડ વોર ઓફિસ ઘણા અત્યંત મહત્ત્વપૂર્ણ બનાવોની સાક્ષી રહી છે. ખાસ કરીને વિશ્વ યુદ્ધ દરમિયાન, અહીંની દીવાલો વચ્ચે જ અગત્યનાં નિર્ણયો લેવાતા હતા.
સેન્ટ્રલ લંડનનાં ૫૭ વ્હાઇટહોલ સ્થિત આ લેન્ડમાર્ક ઇમારતને નવો ઓપ આપીને પુનઃ વિકાસ કરી ત્યાં ફાઇવસ્ટાર હોટેલ અને રહેણાંક એપાર્ટમેન્ટ બનાવાશે. અગાઉ આ ઇમારતમાં જાહેર જનતા માટે પ્રવેશ નહોતો, પરંતુ હવે રી-ડેવલપમેન્ટ યોજના હેઠળ ઇમારતમાં આઉટડોર પબ્લિક સ્પેસ પૂરી પાડીને જાહેર જનતાને પ્રવેશ અપાશે. બ્રિટનના સંરક્ષણ મંત્રાલયે આ સોદાને સમર્થન આપતાં જણાવ્યું હતું કે, હિન્દુજા ગ્રૂપે સ્પેનના ઓએચએલડી સાથે ઓલ્ડ વોર ઓફિસ હસ્તગત કરી છે. આશરે ૫.૮૦ લાખ ચોરસ ફૂટની આ પ્રોપર્ટીને વણજાહેર કરેલી કિંમતે ૨૫૦ વર્ષના ભાડાપટ્ટે સ્પર્ધાત્મક માર્કેટિંગ પ્રક્રિયા દ્વારા વેચવામાં આવી છે.
‘આ ઐતિહાસિક ઇમારતનું માન જાળવવા તેમ જ રાષ્ટ્રીય ધરોહરના પુનઃવિકાસ દ્વારા દરજ્જો ઉપર ઉઠે તે માટે તમામ પ્રયત્ન કરીશું. લોકો સાથે વારસાનું પુનઃ જોડાણ થઈ શકે તેમ જ આ સિમાચિહન સ્થળ માટે એક નવો ઓપ આપીશું જેથી ઐતિહાસિક સ્થળનું મહત્ત્વ વધી શકે.’ તેમ શ્રીચંદ પી. હિન્દુજા અને ગોપીચંદ પી. હિન્દુજાએ જણાવ્યું હતું.

ઓલ્ડ વોર ઓફિસ હિન્દુજા હસ્તક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.