ક્રિમિનલ રેકોર્ડ્સ ધરાવતાં માઈગ્રન્ટ્સને પણ નાગરિકત્વ અપાયુંઃ

તાજેતરના ઈમિગ્રેશન કૌભાંડમાં હજારો વિદેશીઓને બ્રિટિશ નાગરિકત્વ અપાયું તેમાં ક્રિમિનલ અને ગેરકાયદે રહેતાં માઈગ્રન્ટ્સ અરજદારોનો પણ સમાવેશ થાય છે. હોમ સેક્રેટરી થેરેસા મેને બોર્ડર્સ એન્ડ ઈમિગ્રેશનના સ્વતંત્ર ચીફ ઈન્સ્પેક્ટર જ્હોન વાઈન દ્વારા સુપરત રિપોર્ટમાં કૌભાંડની સંપૂર્ણ વિગતો આપવામાં આવી છે, જે હોમ ઓફિસના અણઘડ ઈમિગ્રેશન વહીવટ પર પ્રકાશ પાડે છે. ઘણાં કિસ્સામાં સરકારી સ્ટાફે પણ પ્રવેશ પરીક્ષાઓ પાસ કરવામાં અરજદારોને મદદ કરી હતી. સપ્ટેમ્બર ૨૦૧૪ સુધીના વર્ષમાં આશરે ૧૫૦,૦૦૦ સહિત બે દાયકામાં કુલ ૨૦ લાખથી વધુ માઈગ્રન્ટ્સને બ્રિટિશ સિટિઝનશિપ અપાઈ છે.

અજિત અટવાલ મેજિસ્ટ્રેટ તરીકે કામગીરી બજાવી નહિ શકેઃ પૂર્વ ડર્બી સિટી કાઉન્સિલર અજિત અટવાલને ડર્બીશાયર બેન્ચ પર મેજિસ્ટ્રેટ તરીકેની કામગીરી બજાવતા અટકાવી દેવાયા હતા. હાથમાં એસોલ્ટ રાઈફલ સાથે અટવાલની તસવીર ઈન્ટરનેટ પર ફરતી થયા પછી તેમણે મેજિસ્ટ્રેસીની પ્રતિષ્ઠા ખરડી હોવાનું મનાય છે. એપ્રિલ મહિનામાં જ્યુડિશિયલ કન્ડક્ટ ઈન્વેસ્ટિગેશન્સ ઓએપિસ દ્વારા તપાસના પગલે આ નિર્ણ લેવાયો હતો. અજિત અટવાલ આ વર્ષના મે મહિનામાં સિટી કાઉન્સિલની ચૂંટણીઓ સુધી એબી વોર્ડનું પ્રતિનિધિત્વ કરતા હતા.

ક્રિમિનલ રેકોર્ડ્સ ધરાવતાં માઈગ્રન્ટ્સને પણ નાગરિકત્વ અપાયુંઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.