ટોરી પાર્ટીને Ukipથી વધુ નુકસાન

લંડનઃ બ્રિટનમાં આવતા વર્ષે યોજાનારી સામાન્ય ચૂંટણીઓમાં નાઈજેલ ફરાજના નેતૃત્વ હેઠળની યુકે ઈન્ડીપેન્ડન્સ પાર્ટી (Ukip) દ્વારા લેબર પાર્ટીની સરખામણીએ કન્ઝર્વેટિવ પાર્ટીને વધુ નુકસાન થશે તેમ બ્રિટીશ ઈલેક્શન સ્ટડી નામના નવા અભ્યાસના તારણો જણાવે છે.

એકેડેમિક અભ્યાસ અનુસાર આગામી સામાન્ય ચૂંટણીમાં કન્ઝર્વેટિવ પાર્ટીને વફાદાર એવા આશરે ૨૦ લાખ મતદાર Ukipની તરફેણ કરી શકે છે. ૩૦,૦૦૦ મતદારના સર્વે પર આધારિત વિશ્લેષણમાં જાણવા મળ્યું હતું કે ૨૦૧૦માં કુલ ૧૦ મિલિયન મતદારોમાંથી કન્ઝર્વેટિવ પાર્ટીને સમર્થન આપનારા પાંચમાંથી એક મતદાર Ukipને મત આપી શકે છે. બીજી તરફ, વર્કિંગ ક્લાસના મતદારોએ પણ ન્યૂ લેબર પાર્ટી છોડીને Ukip નું શરણ લીધુ છે. કટ્ટર કન્ઝર્વેટિવ સમર્થકો પણ પાર્ટીથી વિમુખ થઈ રહ્યાં છે.

ટોરી પાર્ટીને Ukipથી વધુ નુકસાન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.