તંદુરસ્ત રહેવું છે? ડોક્ટર બદલતા નહીં

તંદુરસ્ત રહેવું છે? ડોક્ટર બદલતા નહીં

બ્રિસ્ટલઃ કોઈ પણ વ્યક્તિએ આખી જિંદગી તંદુરસ્ત રહેવું હોય તો વારંવાર ડોક્ટર બદલવા જોઈએ નહીં. ડોક્ટર સાથેના વર્ષોજૂના ગાઢ સંબંધો તમારી તંદુરસ્તી જાળવવામાં ઉપયોગી પુરવાર થાય છે. 

બ્રિસ્ટલ યુનિવર્સિટીના સંશોધકોએ કરેલા અભ્યાસમાં આ તારણ રજૂ થયું છે. દરેક વ્યક્તિએ તેમની તબિયત અંગેની નાનામાં નાની વાતો તેમના ડોક્ટરને જણાવવી જોઈએ અને સારવાર માટે તેમનું માર્ગદર્શન મેળવવું જોઈએ. જે ડોક્ટર તમારી મેડિકલ હિસ્ટરી જાણતા હોય તે કોઈ પણ રોગ માટે આસાનીથી તમારી સારવાર કરી શકે છે અને તેમને તે મુજબ દવા આપી શકે છે, તેમ બ્રિસ્ટલ યુનિવર્સિટીના મેથ્યુ રિડે જણાવ્યું હતું. વર્ષોથી તમારી મેડીકલ હિસ્ટરી જાણતા ડોક્ટર કોઈ પણ દર્દમાં યોગ્ય અને અસરકારક માર્ગદર્શન આપી શકે છે. સંશોધકો દ્વારા ૧૯૦ દર્દીઓ અને ૩૦ જનરલ ફિઝિશિયનનો સંપર્ક સાધીને આ અભ્યાસ
કરાયો હતો.
અભ્યાસના તારણ મુજબ ૩૩ ટકા લોકોએ એવો અનુભવ જણાવ્યો હતો કે વર્ષોજૂના ડોક્ટર સાથે સંપર્ક જાળવી રાખવાથી કોઈ રોગ અંગે નિર્ણય લેવામાં કે નિદાન કરવામાં તેમને માત્ર ૦.૫ ટકો જ સમસ્યાઓ ઉદભવે છે. આમ જાણીતા ડોક્ટર સાથેના સંપર્કથી વ્યક્તિની મોટા ભાગની સમસ્યાઓ કે પ્રશ્નો ઉકેલાય છે. જાણીતા ડોક્ટર સાથે દર્દી તેના રોગની નિખાલસતાથી ચર્ચા કરી શકે છે અને ઘનિષ્ઠ સારવાર મેળવી શકે છે. યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

તંદુરસ્ત રહેવું છે? ડોક્ટર બદલતા નહીં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.