પાકિસ્તાની હોકી ખેલાડીઓની બેશરમી

ભુવનેશ્વરઃ શહેરમાં ૧૪ ડિસેમ્બરે રમાયેલી ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિ-ફાઇનલ મેચમાં ભારત સામેના વિજય બાદ દર્શકો અને મીડિયા સામે અશ્લીલ ઇશારા કરનાર પાકિસ્તાની હોકી ટીમના બે ખેલાડી અમજદ અલી અને મોહમ્મદ તૌસિકને ઇન્ટરનેશનલ હોકી ફેડરેશને સસ્પેન્ડ કર્યા છે. આ સિવાય ત્રીજા પાકિસ્તાની ખેલાડી શફાકત રસૂલને સત્તાવાર ઠપકો અપાયો છે.

ભારત સામેની સેમિ-ફાઇનલમાં વિજય બાદ ભાન ભૂલેલા પાકિસ્તાની ખેલાડીઓ અમજ અને તૌસિકે સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય પ્રેક્ષકો તરફ મિડલ ફિંગર દર્શાવીને અશ્લીલ હરકતો કરી હતી. ટીશર્ટ ઉતારીને વિજયના મદમાં પાકિસ્તાની ખેલાડીઓ ભાન ભૂલી ગયાં હતાં. તેમણે ગંદી ભાષાનો પણ ઉપયોગ કર્યો હતો.
પાક. હોકી ટીમના કોચ શાહનવાઝ હુસૈને જણાવ્યું હતું કે પાક. ખેલાડીઓની વર્તણુંક સમગ્ર હોકી સમુદાયને અસ્વીકાર્ય છે. મેં આંતરરાષ્ટ્રીય હોકી સંઘને પત્ર લખી આ અંગે માફી માગી છે. પાકિસ્તાની હોકી ફેડરેશન ભારતીય જનતા અને હોકી ફેડરેશનની માફી માગશે.

પાકિસ્તાની હોકી ખેલાડીઓની બેશરમી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.