પેરામેડિક મહિલા પર હુમલો કરનાર ધર્મેશ પટેલને કેદ

પેરામેડિક મહિલા પર હુમલો કરનાર ધર્મેશ પટેલને કેદ

લેસ્ટરઃ શરાબી ડ્રાઈવર ધર્મેશ પટેલને કાર અકસ્માત વેળા મદદરૂપ થનાર મહિલા પેરામેડિક પર હુમલો કરવાના કેસમાં લેસ્ટર ક્રાઉન કોર્ટે કુલ ૨૨ મહિનાની જેલની સજા ઉપરાંત ત્રણ વર્ષ ડ્રાઈવિંગ પર પ્રતિબંધની સજા ફરમાવી છે.

આરોપી ધર્મેશ પટેલની કાર ઉંધી વળી ગઈ હતી ત્યારે મહિલા પેરામેડિક તેને બહાર નીકળવામાં મદદ કરી હતી ત્યારે તેની છાતીમાં મુક્કો મારીને તેની પાંસળી તોડી નાખી હોવાની રજૂઆત કોર્ટમાં કરવામાં આવી હતી. આ મહિલા ૧૨ સપ્તાહ સુધી કામ પર જઈ શકી ન હતી. આ ઉપરાંત પોલીસ કાર્યવાહી દરમિયાન ડ્રાઈવરે ધર્મેશ પટેલને નાસી જતા અટકાવવાની કોશિશ કરી ત્યારે તેણે હિંસક બનીને ગાળાગાળી પણ કરી હતી.

ડ્રગ ડીલર કમલજીતને જેલ

હંસલોઃ કિંગ્સ્ટન ક્રાઉન કોર્ટે હંસલોના ૪૮ વર્ષીય ડ્રગ ડીલર કમલજીત ખૈરાને ડ્રગ્સની સોદાબાજીના ગુના બદલ ચોથી ડિસેમ્બરે પાંચ વર્ષ અને છ મહિનાની જેલની સજા ફરમાવી છે. કમલજીત ૨૫ જૂને ક્લાસ-એ ડ્રગ્સ વેચતા ઝડપાઇ ગયા બાદ જામીન પર છુટ્યો હતો. બાદમાં તે હંસલોમાં ડ્રગ્સ વેચી રહ્યો હતો ત્યારે હેરોઈન ગળે ઉતારી જવાના પ્રયાસમાં ઝડપાઈ ગયો હતો. તેની પાસેથી હેરોઈનના સંખ્યાબંધ પડીકાં અને વોલેટમાંથી ૩૯૫ પાઉન્ડ મળી આવ્યાં હતાં. પોલીસ કોન્સ્ટેબલ જ્હોન ટેઈલરે જણાવ્યું હતું કે હંસલો ક્રાઈમ સ્કવોડે ડ્રગ ડીલર માટે લાંબી કસ્ટડીની સજા મેળવવામાં વધુ એક સફળતા હાંસલ કરી છે.

પેરામેડિક મહિલા પર હુમલો કરનાર ધર્મેશ પટેલને કેદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.