મકાઈની ક્રિસ્પી કટલેટ

મકાઈની ક્રિસ્પી કટલેટ...

આ સપ્તાહની લિજ્જતદાર વાનગી

સામગ્રીઃ કૂણી મકાઈ - ૮થી ૧૦ નંગ • બાફેલા બટાકા ૪ નંગ • બ્રેડના ટુકડા - જરૂર મુજબ • લીલા મરચાં - ૪ નંગ • કોથમીર – જરૂર પૂરતી • આદુ - નાનો ટુકડો • મીઠું - સ્વાદ મુજબ • મરચું - પા ચમચી • આમચૂર – જરૂર મુજબ • હળદર – પા ચમચી • તેલ – તળવા માટે • કોર્નફ્લોર – ૪૦૦ ગ્રામ • આરારૂટ – ૨૦૦ ગ્રામ

રીતઃ મકાઈને છોલીને ધોઈ નાખો અને પછી છીણી લો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો. બાફેલા બટાટાનો છૂંદો કરો અને એક થાળીમાં કાઢો. તેમાં બ્રેડને પણ મસળીને ભેળવો. તેમાં કોથમીર, મરચાં-આદું, બારીક સમારીને નાંખો. તે પછી તમામ મસાલા મિક્સ કરો. હવે આ મિશ્રણના સરખા ભાગ કરીને કટલેટનો આકાર આપો. બીજી થાળીમાં આરારૂટ કે કોર્નફ્લોરમાંથી કોઈ એક લઈને તેમાં પાણી રેડીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. હવે કડાઈમાં તેલ ગરમ કરો. કટલેટને ખીરામાં બોળીને ડીપ ફ્રાય કરો. ધીમી આંચે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળ્યા પછી તેને પ્લેટમાં ગોઠવો. તેના પર ગળી ચટણી અથવા મસાલાવાળું દહીં રેડીને સર્વ કરી શકો છો.

મકાઈની ક્રિસ્પી કટલેટ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.