માત્ર ૨૦ દિવસમાં ૧૨ મકાનમાં ચોરીઃ

લેસ્ટરઃ સાઉથ નાઈટન વિસ્તારમાં માત્ર ૨૦ દિવસના ગાળામાં ૧૨ મકાનમાં ચોરી થતાં ચિંતા અને ગભરાટ ફેલાયા છે. પોલીસે નાઈટન પાર્ક અને લંડન રોડ નજીકની શેરીઓમાં મકાનોની મુલાકાત લઈ લોકોને બહાર જતી વેળાએ બારીબારણાંને તાળાં લગાવવા અને ઘરની કેટલીક લાઈટો ચાલુ રાખવા સલાહ આપી છે. ડિસેમ્બરમાં લોકોને સાવધ રહેવા જણાવતા અભિયાનમાં કાર અને શરાબપાન સાથે વાહન હંકારવા સંબંધિત ગુનાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાંક મકાનમાલિકો વેકેશન ગાળવા બહાર ગયાં હોઈ મકાનો બંધ હતાં. ચોરીની આ ઘટનાઓમાં સલામત તાળાં લગાવેલાં ઘરમાં પણ ચોર અંદર ઘૂસ્યાં હતા. દિવસ અને રાતની ચોરીની આ ઘટનાઓમાં જ્વેલરી, કોમ્પ્યુટર્સ અને ઈલેકટ્રોનિક સાધનો સહિતની વસ્તુઓ ચોરાઈ હતીૉ

૩૨ વાહનચાલકો દારૂ પીને વાહન ચલાવવાનો કેસઃ ક્રિસમસ દરમિયાન શરાબપાન વિરોધના પ્રથમ સપ્તાહમાં વેસ્ટ મિડલેન્ડ્સના કેટલાંક એશિયન સહિત ૩૨ વાહનચાલકો સામે શરાબપાનની અસર હેઠળ વાહન હંકારવાનો આરોપ લગાવાયો છે. ૬૯માંથી ૩૩ ડ્રાઈવર મર્યાદાથી વધુ શરાબપાન કે શ્વાસોચ્છવાસનું સેમ્પલ આપવામાં નિષ્ફળ જતા તેમની ધરપકડ કરાઈ હતી. અભિયાનના ભાગરૂપે શરાબ કે ડ્રગ્સ લઈને વાહન હંકારતા ઝડપાયેલા વાહનચાલકનો નામોલ્લેખ એક સપ્તાહ સુધી પોલીસની વેબસાઈટ પર કરાશે.

વાન અને પોલીસ કારની ટક્કરમાં સાક્ષી માટે અપીલઃ કોસ્લીમાં ૨૧ ઓક્ટોબરે વાન અને પોલીસ કાર વચ્ચે થયેલી ટક્કરમાં ૨૯ વર્ષીય અજય સાગરનું મૃત્યુ થવાની ઘટનામાં સત્તાવાળા હજુ વિટનેસીસ માટે અપીલ કરી રહ્યા છે. અજય સાગર વાનમાં મુસાફરી કરતા હતા ત્યારે પોલીસ કાર સાથે જીવલેણ અકસ્માતમાં તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ સેન્ટ્રલ મોટરવે પેટ્રોલના સાર્જન્ટ રિચાર્ડ મુર્સે અથડામણની તૂર્ત અગાઉની ઘટનાઓની જાણકારી આપવા સાક્ષીઓને અપીલ કરી છે.

ગુનેગારની માહિતી આપવામાં નિષ્ફળતા બદલ દંડઃ લેસ્ટરના અપિંઘમ રોડ પાસે વિન્ટર્સડેલ રોડના ૫૯ વર્ષીય કનુભાઈ પટેલને લેસ્ટર્સ મેજિસ્ટ્રેટ્સ કોર્ટ દ્વારા ૨૫૦ પાઉન્ડનો દંડ અને ૨૫ પાઉન્ડનો વિક્ટિમ સરચાર્જ લગાવાયો છે. તેઓ એક ગુનામાં ડ્રાઈવરની ઓળખ સંબંધિત માહિતી આપવામાં નિષ્ફળતા અંગે દોષી પુરવાર થયા હતા. તેમના ડ્રાઈવિંગ લાયસન્સ પર છ પેનલ્ટી પોઈન્ટ લદાયા હતા.

બળાત્કારીની જેલ સજા સામેની અપીલ નકારાઈઃ કોર્ટ ઓફ અપીલના ત્રણ જજીસે લેસ્ટરના ૨૯ વર્ષીય વિનાયક રાણાએ ૧૨ વર્ષની બાળા પર કારમાં કરેલા બળાત્કાર બદલ જેલની સજા સામેની અપીલ ફગાવી દીધી છે. વિનાયકને બળાત્કારના બે ગુનામાં ૧૨ વર્ષ અને છ મહિનાની સજા કરાઈ હતી. આ સજા વધુપડતી ગણાવતા રાણાએ દલીલ કરી હતી કે તેની માન્યતા મુજબ બાળાની વય ૧૬ વર્ષથી વધુ હતી અને આ કોઈ જાતીય હુમલો ન હતો. રાણાના મિત્ર રેનોલ્ડ કાર્વાલ્હોને પણ આ કેસમાં આઠ વર્ષ ત્રણ મહિનાની સજા થઈ હતી.

માત્ર ૨૦ દિવસમાં ૧૨ મકાનમાં ચો...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.