વધુ પડતી ખાંડ હૃદયરોગનો ખતરો વધારે

શિકાગોઃ ભોજનમાં વધુ પડતી ખાંડ જીવલેણ નીવડી શકે છે. અમેરિકામાં હાથ ધરાયેલા એક અભ્યાસનું તારણ દર્શાવે છે કે ખાંડનો અતિશય ઉપયોગ હૃદયરોગની જીવલેણ બીમારી ઊભી કરી શકે છે. આમ પણ પ્રોસેસ્ડ ફૂડમાં ખાંડની માત્ર વધુ હોય જ છે.

સંશોધકોના ધ્યાન પર એ વાત પણ આવી છે. મોટા ભાગના અમેરિકનો સુરક્ષિત માત્રા કરતા ખાંડનું વધુ સેવન કરે છે. જે લોકો ઓછી ખાંડ ધરાવતી ખાદ્ય ચીજોનું સેવન કરે છે તેના કરતાં જે લોકો વધુ ખાંડ લે છે તેમને હૃદયરોગની બીમારીથી અકાળે મોત થવાનું જોખમ ત્રણ ગણું વધુ હોય છે. જે વ્યક્તિ દરરોજની ૨૦૦૦ કેલરી લે છે તે ૩૪૦ ગ્રામ સોડાનું કેન પીશે તો તેમને પણ જોખમ વધી જાય છે, કારણ કે મોટા ભાગના અમેરિકનો માટે સોડા અને અન્ય પીણાંઓ વધારાની ખાંડના સ્ત્રોત છે. ખાંડનું કેટલું પ્રમાણ જીવલેણ હૃદયરોગની બીમારી લાગુ પાડી શકે છે એ વૈજ્ઞાનિકો ચોક્કસ કહેતા નથી, પરંતુ તેનાથી બ્લડપ્રેશર વધે છે અને ખરાબ કોલેસ્ટોલ અને ટ્રાઇગ્લિસરાઇડ પણ વધે છે એવું અમેરિકન હાર્ટ એસોસિયેશન સાથે સંકળાયેલા અને વર્મોન્ટ યુનિવર્સિટીના ન્યુટ્રિશન પ્રોફેસર રાકેલ જ્હોન્સન જણાવે છે.
યુએસ સેન્ટર ઓફ ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના કવાન્હે યાંગ અને તેમના સાથીઓએ ૧૯૮૮થી ૨૦૧૦ વચ્ચેના સમયગાળામાં આરોગ્ય સર્વેક્ષણનું વિશ્લેષણ હાથ ધર્યું હતું. જેમાં લોકોના આહાર સાથે સંકળાયેલા પ્રશ્નો આવરી લેવાયા હતા. સંશોધકોએ ૧૫ વર્ષના ફોલોઅપ દરમિયાન મૃત્યુના જોખમોની ગણતરી કરવા નેશનલ ડેથ ડેટાનો ઉપયોગ કર્યો હતો. આ સર્વેક્ષણમાં સરેરાશ ૪૪ વર્ષની વયના ૩૦ હજાર અમેરિકન વયસ્કોને આવરી લેવાયા હતા.

વધુ પડતી ખાંડ હૃદયરોગનો ખતરો વધારે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.