સિટિઝનશિપની પરીક્ષામાં પણ ઠગબાજીઃ

યુકે નાગરિકતાની પરીક્ષામાં પણ ઠગબાજી ચાલતી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 

અન્ય વ્યક્તિના બદલે સિટિઝનશિપની પરીક્ષા આપવા બેઠેલા વાસીમ હુસૈનને ઈમિગ્રેશન અધિકારીઓએ શંકા જતા પકડ્યો ત્યારે તેણે પોતાનો બનાવટી પાકિસ્તાની પાસપોર્ટ ખાઇ જવાનો પ્રયાસ કર્યો હતો. પરીક્ષામાં બેસવા માટે વાસીમને ૩૦૦ પાઉન્ડ ચૂકવનારી વ્યક્તિની ભાળ મળી નથી. જોકે, ડર્બી ક્રાઉન કોર્ટે ઈમિગ્રેશન નિયમોની અવહેલના કરવા બદલ વાસીમને આઠ મહિનાની જેલની સજા ફરમાવી હતી.
• માઈગ્રન્ટ્સને નાગરિકતા આપવામાં બ્રિટન આગળઃ ઈયુના કોઈ પણ દેશની સરખામણીએ બ્રિટન વધુ માઈગ્રન્ટ્સને નવા પાસપોર્ટ સાથે નાગરિકતા આપે છે. યુરોપિયન કમિશનની સત્તાવાર આંકડાકીય સંસ્થા યુરોસ્ટેટ અનુસાર બ્રિટને ૨૦૧૨માં ૧૯૩,૦૦૦ વિદેશીઓને નાગરિકત્વ આપ્યું હતું, જ્યારે ઈયુના ૨૮ દેશોએ મળીને તેના ૨૫ ટકા જેટલાને નાગરિકતા આપી છે. આ સદીમાં બ્રિટને ૨.૧ મિલિયનથી વધુ માઈગ્રન્ટ્સને પોતાના નાગરિક બનાવ્યા છે. ઈમિગ્રેશનમાં ભારે ઊછાળા પછી માઈગ્રન્ટ્સે યુકેને પોતાનું વતન બનાવવા નિર્ણય કર્યો હતો.

સિટિઝનશિપની પરીક્ષામાં પણ ઠગબાજીઃ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.