જૈન સમાજ માંચેસ્ટર દ્વારા પર્યુષણ પર્વની ઉજવણી થઇ

પૂ. સાધ્વીજી અને શ્રાવીકાઅો
જૈન સમાજ માંચેસ્ટર દ્વારા તા. ૨૨થી ૨૯ અોગસ્ટ દરમિયાન પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી થઇ હતી. આ પ્રસંગે ભારતના રાજગીરથી વિરાયતન સંસ્થાના પૂ. આચાર્ય ચંદનાજીના શિષ્યા સાધ્વી શ્રી સમપ્રજ્ઞાજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પર્વ દરમિયાન તેમણે મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો.
જૈન સમાજ માંચેસ્ટર દ્વારા તા. ૨૨થી ૨૯ અોગસ્ટ દરમિયાન પર્યુષણ પર્વની શાનદાર ઉજવણી થઇ હતી. આ પ્રસંગે ભારતના રાજગીરથી વિરાયતન સંસ્થાના પૂ. આચાર્ય ચંદનાજીના શિષ્યા સાધ્વી શ્રી સમપ્રજ્ઞાજી મહારાજ ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર પર્વ દરમિયાન તેમણે મનનીય પ્રવચનનો લાભ આપ્યો હતો. આ પ્રસંગે રાજકોટથી પધારેલા જાણીતા ગાયક રાજુભાઇએ દરરોજ ભાવના - ભક્તિગીત રજૂ કર્યા હતા. પર્યુષણ પર્વ પ્રસંગે ભગવાન મહાવીરના જન્મ દિનની મહાવીર જન્મ વાંચન દ્વારા ઉજવણી કરાઇ હતી. તો સંવત્સરીની શાનદાર ઉજવણી કરી સૌએ 'મિચ્છામી દુક્કડમ' પાઠવ્યા હતા. પર્યુષણ પર્વના અંતે પ્રીતિ ભોજનનું આયોજન કરાયું હતું અને ઉપવાસીઅોનું તપસ્વી સન્માન કરાયું હતું.
