ધરમ કરતા ધાડ પડી!

વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડ નજીક રસ્તા પર એક કારની અડફેટે ચઢેલા ઇસમને બચાવવા જનાર ફ્લોર ફીટર રસેલ માઇલ્સ નામના સદગૃહસ્થની વેન ચોરાઇ ગઇ હતી.

વેસ્ટ યોર્કશાયરના વેકફીલ્ડ નજીક રસ્તા પર એક કારની અડફેટે ચઢેલા ઇસમને બચાવવા જનાર ફ્લોર ફીટર રસેલ માઇલ્સ નામના સદગૃહસ્થની વેન ચોરાઇ ગઇ હતી. રસેલ રસ્તા પરથી પસાર થતા હતા ત્યારે કારની ટક્કર લાગતા પટકાઇ પડેલ યુવાનને જોતા તેઅો મદદે ગયા હતા. ઇજાગ્રસ્ત યુવાન લગભગ ૧૫ સેકન્ડ જેટલો સમય પડ્યો રહ્યો હતો અને અચાનક તે ઉભો થઇને નજીક આવેલા ફ્લેટ તરફ ભાગી ગયો હતો.

આ અકસ્માતમાં કારનો વિન્ડસ્ક્રીન તૂટી ગયો હતો. મદદ કરવાની ભાવના સાથે રસેલ પોલીસ આવે ત્યાં સુધી કાર ડ્રાઇવર સાથે ઉભા રહ્યા હતા. પરંતુ પછી વેન પાસે જઇને તપાસ કરતા તેમની વેન ચોરીને કોઇ ભાગી ગયું હતું. રસેલની વેનમાં ફ્લોર ફીટીંગને લગતો કિંમતી સરસામાન પડ્યો હતો. 

ધરમ કરતા ધાડ પડી!
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.