બોટ ચોરવા માટે ૨૮ કોઠા વિંધવા ભારે પડ્યા

બોટ ચોરવા માટે ૨૮ કોઠા વિંધવા

૨૮ કોઠા વિંધવા ૬ કલાકની મહેનત

વિલ્ટશાયરના ડેવીઝ્સ નજીકની કેન હિલ કેનાલમાં લાંગરવામાં આવેલી આધુનિક બોટને એક ચોરે ચોરી તો લીધી હતી પરંતુ તેને લઇ જવા માટે ચોરે એક બે નહિં પણ કુલ ૨૯ દરવજાના તાળા તોડવા પડે તેમ હતા.

વિલ્ટશાયરના ડેવીઝ્સ નજીકની કેન હિલ કેનાલમાં લાંગરવામાં આવેલી આધુનિક બોટને એક ચોરે ચોરી તો લીધી હતી પરંતુ તેને લઇ જવા માટે ચોરે એક બે નહિં પણ કુલ ૨૯ દરવજાના તાળા તોડવા પડે તેમ હતા. આટલા તાળા તોડીને બોટને બહાર કાઢવામાં ચોરભાઇને ૬ કલાકે જેટલો સમય લાગે તેમ હતું.

હવે તમે જ કહો, આપણા મહાભારતના અભિમન્યુને ૮ કોઠા ભેદતા તકલીફ થઇ ગઇ હતી તો કયા ચોરની હિંમત હોય કે ૨૮ કોઠા (દરવાજા)ના તાળા તોડી બોટને ચોરી જાય? અવનવા સપના જોઇ બોટ ચોરનાર ચોર આટલા બધા તાળા તોડવાનું સમજમાં આવતા હતાશ થઇ ગયો હતો અને ધીરજ ગુમાવીને બોટને જ સળગાવી દીધી હતી. ૭૭ વર્ષના બોટના માલીક લીયોનેલ ગોર્ડન બોટની દશા જોઇ ખૂબજ હતાશ થઇ ગયા હતા.

પોલીસે બોટની ચોરી અને આગ લગાવવાના આરોપ બદલ ૨૭ વર્ષના એક યુવાનની ધરપકડ કરી હતી જેને હાલમાં જામીન પર મુક્ત કરાયો છે. 

બોટ ચોરવા માટે ૨૮ કોઠા વિંધવા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.