મહારાષ્ટ્રમાં ચાર મુખ્ય પક્ષો વચ્ચે બેઠકો મુદ્દે વિવાદ

મુંબઇઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ૧૫ ઓક્ટોબરે યોજાનારી ચૂંટણીમાં મુખ્ય પ્રધાનપદ અને બેઠકોની ફાળવણી મુદ્દે ભાજપ-શિવસેના વચ્ચે ગંભીર મતભેદો સર્જાયા છે. 

વિધાનસભાની ૨૮૮ બેઠકોમાંથી ભાજપે ૧૩૫ બેઠકો માગી હોવાનો એકરાર ઉદ્ધવ ઠાકરેએ કરતાં તેટલી બેઠકો આપવા શિવસેના તૈયાર ન હોવાની જાહેરાત કરતાં બંને પક્ષોનું ભંગાણ નિશ્ચિત છે. ઉદ્ધવે જણાવ્યું હતું કે ભાજપને ૨૫ વર્ષથી ૧૧૭ બેઠકો મળે છે અને હવે તેઓ ૧૩૫ બેઠકો માગે છે, પરંતુ આ માગણી મેં ફગાવી છે. બીજી તરફ સત્તાધારી ગઠબંધન કોંગ્રેસ અને શરદ પવારની એનસીપી વચ્ચે બેઠકો માટે ખેંચતાણ ચાલુ થઇ છે. એનસીપીએ ૧૪૪ બેઠકોની માગણી કરતાં તેને કોંગ્રેસે ફગાવીને ફક્ત ૧૨૮ બેઠક આપવાની તૈયારી દાખવી છે. 

મહારાષ્ટ્રમાં ચાર મુખ્ય પક્ષો વચ્ચે બેઠકો મુદ્દે વિવાદ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.