યુકેના ગ્રેજ્યુએટ્સમાં સાક્ષરતા કૌશલ્યનો અભાવ

લંડનઃ ઓર્ગેનાઇઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ દ્વારા ૩૪ દેશના અભ્યાસના તારણો અનુસાર યુકે ગ્રેજ્યુએટ્સના માત્ર ૨૫ ટકા જ ઉચ્ચ સ્તરીય સાક્ષરતા કૌશલ્ય ધરાવે છે. 

તેઓ જાપાન, ફિનલેન્ડ, નેધરલેન્ડ્સ, સ્વીડન અને ઓસ્ટ્રેલિયા જેવાં દેશોના ગ્રેજ્યુએટ્સની સરખામણીએ ઘણાં પાછળ છે. યુકેમાં શાળા છોડીને યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓ પાયારૂપ આવડતોને ઉચ્ચ કૌશલ્યમાં ફેરવવામાં નિષ્ફળ જાય છે. બહુમતી વિદ્યાર્થીઓ લેખન-વાંચનની પૂરતી આવડત વિના ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો પૂર્ણ કરે છે. એ-લેવલથી ઊંચી યોગ્યતા ન ધરાવતાં  પુખ્ત બ્રિટિશરોએ યુનિવર્સિટી સ્નાતકોની સરખામણીએ વધુ સારુ આંતરરાષ્ટ્રીય પ્રદર્શન કર્યું હતું.

યુકેના ગ્રેજ્યુએટ્સમાં સાક્ષરતા કૌશલ્યનો અભાવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.