લંડન-અમદાવાદ વચ્ચે સીધી ફ્લાઇટ શરૂ કરવા સાંસદ માંડવિયાની રજૂઆત

ગાંધીનગરઃ ભાજપના રાજ્યસભાના સાંસદ અને વ્હિપ તેમજ ઓલ પાર્ટી કમિટી ફોર ડાયરેક્ટ ફ્લાઈટના ચેરમેન મનસુખભાઇ માંડવિયાએ કેન્દ્રીય ઉડ્ડયન પ્રધાન અશોક ગજપતિ રાજુને પત્ર લખીને એર ઇન્ડિયાની લંડન-અમદાવાદ વચ્ચે બંધ થયેલી સીધી ફ્લાઇટ શરૂ કરવા વિનંતી કરી છે.
માંડવિયાએ વધુમાં જણાવ્યું છે કે આ ફ્લાઇટ3 માટે પ્રવાસીઓની સંખ્યા પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને આ રૂટ પર સીધી ફ્લાઇટ નહીં હોવાથી પ્રવાસીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે. આથી આ બંને મહત્ત્વના શહેરો વચ્ચે ઝડપથી ફલાઇટ શરૂ કરાવવી અનિવાર્ય છે.
