વડીલો બાળકોને લખતાં-વાચતાં શીખવે
લંડનઃ મહેનતુ માતા-પિતા પર દબાણ ઘટાડવા માટે દાદા-દાદીએ તેમના પૌત્રો-પૌત્રીઓને લખતાં-વાચતાં શીખવવું જોઈએ તેવી સલાહ એજ્યુકેશન સેક્રેટરી નિકી મોર્ગને આપી છે.
તેમણે જણાવ્યું હતું કે કામના અતિ ભારણ અને સમયના અભાવના કારણે ઘણાં માતા-પિતા દિવસમાં માંડ ૧૦ મિનિટ તેમના બાળકોને અભ્યાસ કરાવવા પાછળ ગાળી શકે છે. એજ્યુકેશન સેક્રેટરીએ કહ્યું હતું કે તમામ બાળકોને પુસ્તક વાચવાનું જ્ઞાન મળે તે માટે પરિવારના વડીલો અને અન્ય સભ્યોએ સમય ફાળવવો જોઈએ. નિરક્ષરતા અને અજ્ઞાનનો સામનો કરવા દૈનિક વાંચન વિશેષ મહત્ત્વ ધરાવે છે. આપણી જ વાત કરીએ તો, ભારતના અને ખાસ કરીને ગુજરાતના લોકોએ ઘરમાં તેમના સંતાનો સાથે પોતાની માતૃભાષા - ગુજરાતીમાં જ વાતચીત કરવી જોઈએ. તેનાથી ભારતીયતાના સંસ્કાર જાળવવામાં મદદ મળે છે.
