શરાબી મહિલા ડ્રાઈવરોની સંખ્યા બમણી થઈઃ

શરાબ પીને વાહન ચલાવતી મહિલા ડ્રાઈવરોની સંખ્યામાં છેલ્લા ૧૫ વર્ષમાં લગભગ બમણો વધારો થયો છે. ૧૭ ટકા મહિલાઓએ કાનૂની મર્યાદા બહાર શરાબ પીને ડ્રાઈવિંગ કર્યાની કબૂલાત કરી છે. આ માટે નિષ્ણાતો મધ્યમ વર્ગોની શરાબપાનની આદતોને દોષિત ગણાવે છે. આલ્કોહોલની કાનૂની લિમિટ વટાવી ગયાં છતાં વાહન ચલાવવા સક્ષમ હોવાનું માનતી મહિલાચાલકો દ્વારા વધતાં જોખમ અંગે AA દ્વારા ચેતવણી અપાઈ છે.

• પુરુષોની રમત જોવા પ્રયાસ કરનાર બ્રિટિશ મહિલાને જેલઃ ઈરાનમાં પુરુષોની વોલીબોલ મેચ જોવાના પ્રયાસ બદલ ૨૫ વર્ષીય બ્રિટિશ મહિલા ઘોન્ચેહ ઘાવામીએ આશરે ત્રણ મહિના એવિન જેલમાં વીતાવવા પડ્યાં હતાં. ઈરાનમાં પુરુષોની રમત જોવા પર સ્ત્રી દર્શકોને પ્રતિબંધ છે. ઘાવામી અને અન્ય કેટલીક મહિલાએ જૂન મહિનામાં ઈરાનની રાષ્ટ્રીય પુરુષ ટીમની ઈટાલી સામે મેચ દરમિયાન શાંતિપૂર્ણ વિરોધ તરીકે તહેરાનના સ્ટેડિયમમાં પ્રવેશ કરવા પ્રયાસ કર્યો હતો. તેમને ધરપકડ પછી છોડી દેવાયાં હતાં. જોકે, ઘાવામી પોતાની અંગત ચીજવસ્તુ પરત લેવા જેલ ગઈ ત્યારે તેની ફરી ધરપકડ કરાઈ હતી.

• સતત સ્લીપિંગ પિલ્સથી અલ્ઝાઈમરનો ખતરોઃ અનિદ્રા અને માનસિક તનાવના ઉપાય માટે ટેમાઝેપામ અને ડાયાઝેપામ સહિત બેન્ઝોડાયાઝેપાઈન્સ ગ્રૂપની પ્રીસ્ક્રિપ્શન સ્લીપિંગ પિલ્સ છ મહિનાથી વધુ લેનારાં પેશન્ટ્સ માટે સ્મૃતિભ્રંશ કે અલ્ઝાઈમર્સનું જોખમ ૮૦ ટકા વધે છે. સંશોધકો કહે છે કે દર્દીએ ત્રણ પછી આવી દવા લેવાનું બંદ કરી દેવું જોઈએ. બ્રિટનમાં સામાન્ય રીતે ૬૫ વર્ષથી વધુ વયના દર્દી સહિત ૯.૫ મિલિયન લોકોને સ્લીપિંગ પિલ્સ લખી અપાય છે. એક મિલિયનથી વધુ બ્રિટિશરોને સ્મૃતિભ્રંશનો ખતરો હોવાનું જોખમ છે.

• મેદસ્વી પ્રત્યે પૂર્વગ્રહ રંગભેદ જેટલો જ ખરાબઃ લોકોને તેમના સ્થૂળ કે મેદસ્વી હોવા વિશે ખરાબ લાગણી પેદા કરવાથી તેમના વજન વધે છે તેવી ચેતવણી સંશોધકોએ આપી છે. વજન સંબંધિત ભેદભાવ કે પૂર્વગ્રહને લિંગભેદ કે રંગભેદ જેટલાં જ ખરાબ ગણાવાં જોઈએ, તેમ વૈજ્ઞાનિકોએ જણાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ સ્થૂળ લોકોને ‘શરમાવવા કે દોષિત ગણાવવા’નું અયોગ્ય છે અને સમાજે ‘પૂર્વગ્રહના સામાજિક સ્વીકારના અંતિમ સ્વરૂપોમાંના એક’નો સામનો કરવાની આવશ્યકતા છે.

• ભાઈભાંડુની વધુ રંજાડ બાળકોને હતાશ બનાવેઃ ભાઈઓ કે બહેનો દ્વારા બળજબરીનો નિયમિત શિકાર બનનારા બાળકો પુખ્ત યુવાવસ્થામાં હતાશાનો ભોગ બની શકે છે અથવા પોતાને જ નુકસાન પહોંચાડે તેવી શક્યતા બમણી રહે છે. સંશોધનના નિષ્ણાત તારણો જણાવે છે કે સંતાનો વચ્ચે સ્પર્ધાની સ્થિતિની અસરો હદ બહાર જાય તે પહેલા પેરન્ટ્સ દ્વારા હસ્તક્ષેપ થવો આવશ્યક છે.

શરાબી મહિલા ડ્રાઈવરોની સંખ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.