ગોલ્ડમેન સેક્સનો યુવા પાર્ટનર

ગોલ્ડમેન સેક્સનો યુવા પાર્ટનર

ન્યૂ યોર્કઃ માત્ર ૩૨ વર્ષનો ગુજરાતી યુવાન કુણાલ શાહ વિશ્વખ્યાત ગોલ્ડમેન સેક્સ કંપનીનો સૌથી નાની વયનો પાર્ટનર બની ગયો છે. 

ન્યૂ યોર્કમાં વડું મથક ધરાવતી અને ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ, સિક્યુરિટીસ તથા ઇન્વેસ્ટમેન્ટ મેનેજમેન્ટ ફર્મ તરીકે વૈશ્વિક સ્તરે નામના ધરાવતી ગ્લોબલ સેક્સમાં ભારતીય મૂળના પાંચ પાર્ટનર જોડાયા છે, જેમાં કુણાલ શાહનો પણ સમાવેશ થાય છે. કુણાલને ૨૭ વર્ષની ઉંમરે જ કંપનીમાં મેનેજિંગ ડિરેક્ટરના હોદ્દા પર બઢતી આપવામાં આવી હતી. આ ઉપરાંત તેનું નામ ‘ફોર્બ્સ’ની વર્ષ ૨૦૧૧ની ‘૩૦ અંડર ૩૦’ની યાદીમાં પણ ચમક્યું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી કુણાલ શાહ ગણિતના વિષય સાથે ગ્રેજ્યુએટ થયો છે. ‘ફોર્બ્સ’ના જણાવ્યા અનુસાર ગોલ્ડમેન સેક્સમાં કુણાલ શાહને ‘રાઇઝીંગ સ્ટાર’ તરીકે નિહાળવામાં આવે છે. વર્ષ ૨૦૦૪માં તે લંડન ખાતે આ કંપનીમાં  ઇન્ટરેસ્ટ રેટ પ્રોડક્ટના વિશ્લેષક તરીકે જોડાયો હતો. કુણાલ શાહ ઉપરાંત કંપનીના ખાસ જૂથમાં જે ભારતીયોનો સમાવેશ કરવામાં આવ્યો છે તેમાં મીના લાકડાવાલા, મણિકંદન્ નટરાજન્, ઉમેશ સુબ્રમણ્યમ્ અને રાજે વેન્કટમણીનો સમાવેશ થાય છે.

ગોલ્ડમેન સેક્સનો યુવા પાર્ટનર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.