તારાપુરમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો શુભારંભ થશે

આણંદ જીલ્લાના તારાપુર ખાતે આગામી તા. ૩૦મી જાન્યુઆરીથી તા. ૧ ફેબ્રુઆરી, ૨૦૧૫ દરમિયાન BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરના શુભારંભ પ્રસંગે ચાર દિવસના વિસ્તૃત શુભારંભ કાર્યક્રમનું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંસ્થાના વરિષ્ઠ સંતો પૂ. મહંત સ્વામી અને પૂ. ત્યાગવલ્લભ સ્વામીના વરદહસ્તે થશે.

મંદિર શુભારંભ મહોત્સવ પ્રસંગે તા. ૩૦-૧-૧૫ના રોજ સાંસ્કૃતિક કાર્યક્રમો, તા. ૩૧ના રોજ સવારે વિશ્વશાંતિ મહાયજ્ઞ અને બપોરે શોભાયાત્રા, તા. ૧-૨-૧૫ સવારે મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ તે પછી સભાનું આયોજન કરાયું છે. તા. ૧ના રોજ બપોરે સભા પછી મહાપ્રસાદનો લાભ મળશે.

લંડનથી મોટી સંખ્યામાં તારાપુરના હરિભક્તો મંદિર મહોત્સવમાં ભાગ લેવા તારાપુર જનાર છે. ઉતારા તેમજ અન્ય માહિતી માટે સંપર્ક: પૂ. ગુણવલ્લભ સ્વામી 0091 99989 91122 અને ઇમેઇલ [email protected]

તારાપુરમાં BAPS સ્વામીનારાયણ મંદિરનો શુભારંભ થશે
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.