બ્રિટિશ આર્મીમાં એશિયનો નહિવત્
લંડનઃ બ્રિટિશ આર્મીના મોખરાના યુનિટ્સમાં વ્હાઈટ સૈનિકો જ છે અને એશિયન સૈનિકોનું પ્રમાણ નહિવત છે. ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન કાયદા હેઠળ જાહેર કરાયેલા આંકડા અનુસાર બ્રિટિશ આર્મીની ૨૨ આર્મર્ડ અને ઈન્ફન્ટ્રી રેજિમેન્ટની ૧૪માં માત્ર પાંચ અથવા તેથી ઓછાં એશિયન સૈનિક છે, જ્યારે ૧૩ રેજિમેન્ટ્સમાં ૯૦ ટકાથી વધુ વ્હાઈટ સૈનિક છે.
પેરેશૂટ રેજિમેન્ટના ૧૯૮૦ સૈનિકમાં માત્ર પાંચ સૈનિક એશિયન અને ૩૦ સૈનિક બ્લેક છે. ધ ડ્યૂક ઓફ લેન્કેસ્ટર્સ રેજિમેન્ટમાં પણ માત્ર પાંચ એશિયન સૈનિક છે, જ્યારે ક્વીન્સ રોયલ લાન્સર્સમાં ૯૭.૫ ટકા સૈનિક વ્હાઈટ છે. બીજી તરફ, ધ રાઈફલ્સમાં ૨૯૦ અને રોયલ રેજિમેન્ટ ઓફ સ્કોટલેન્ડમાં ૩૧૦ બ્લેક સૈનિક છે.
