વૃંદાવનમાં આકાર લેશે સૌથી ઊંચું કૃષ્ણમંદિર
વૃંદાવન: વૃંદાવનમાં વિશ્વનું સૌથી ઊંચું કૃષ્ણમંદિર આકાર લેશે. ૩૦૦ કરોડ રૂપિયાના ખર્ચે બનતા આ મંદિરને વૃંદાવન ચંદ્રોદય મંદિર નામ અપાશે. મંદિરની ઊંચાઈ ૭૦૦ ફૂટ હશે જેને બનાવવામાં આશરે પાંચ વર્ષનો સમય લાગી શકે છે. મંદિરની ઊંચાઇ દિલ્હીસ્થિત કુતુબ મિનાર કરતાં ત્રણ ગણી વધુ હશે.
બેંગલોર સ્થિત ઈસ્કોન દ્વારા આ મંદિર બનાવવામાં આવશે. આ મંદિરની સ્થાપનાની શરૂઆત આ વર્ષે ૧૬મી માર્ચથી થઇ ગઇ છે, રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીએ આ મંદિરની અનંત શેષ સ્થાપના-પૂજા કરી હતી. આ સમગ્ર મંદિરને અનંત શેષની ફેણ પર બનાવવામાં આવશે.
