KBCમાં સોમનાથનો યુવાન ચમક્યોઃ
લોકપ્રિય ટીવી શો કૌન બનેગા કરોડપતિ (કેબીસી)માં સોમનાથના યુવાન ભાવેશ મક્કા ગત સપ્તાહે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને રૂ. ૬.૪૦ લાખની રકમ જીતવામાં સફળ થયા છે. વેરાવળની નાયબ કલેકટર કચેરીમાં હિસાબનીશ તરીકે ફરજ બજાવતા અને ભાલકા વિસ્તારમાં રહેતા ભાવેશ મક્કાએ કેબીસીમાં પહોંચવા સોમનાથની માનતા માની નોલેજ મેળવવા માટે અનેક પુસ્તકોનો અભ્યાસ કર્યો હતો.
રાણાવાવ પાલિકાના ૧૩ સભ્યો ભાજપમાં જોડાયાઃ ગુજરાતમાં એકમાત્ર શરદ પવારની નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) શાસિત રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ સહિત ૧૩ જેટલા સભ્યો ભાજપમાં જોડાયા છે. પોરબંદર ખાતે આયોજીત ભાજપના સ્નેહમિલનનાં આ કાર્યક્રમમાં એન.સી.પી. ઉપરાંત જૂનાગઢ સહકારી ક્ષેત્રનાં આગેવાન મનુભાઈ ખૂંટી કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. આ ઉપરાંત ગીર સોમનાથ જિલ્લાનાં પણ અનેક કોંગ્રેસી આગેવાનો ભાજપમાં પ્રવેશ મેળવતા સૌરાષ્ટ્રનાં રાજકારણાં ભારે હલચલ મચી છે.
