કિથ વાઝની ડાઈવર્સિટી નાઈટ

કિથ વાઝની ડાઈવર્સિટી નાઈટ

માન્ચેસ્ટરઃ ડાઈવર્સિટી એટલે કે વૈવિધ્યતાના તાણાવાણાની જો કોઈ રાજકારણીને બરાબર ઓળખ હોય, તેનું સન્માન કરતો હોય અને તેની દરેક રીતે ઊજવણી કરતો હોય, તો તે હોમ એફેર્સ સીલેક્ટ કમિટીના અધ્યક્ષ કિથ વાઝ જ હોઈ શકે. 

સોમવારે માન્ચેસ્ટરમાં યાંગ સિંગ રેસ્ટોરાંમાં પ્રથમ વખત આયોજિત વાર્ષિક ડાઈવર્સિટી નાઈટમાં મેં હાજરી આપી હતી. તેઓ લેબર પાર્ટીની કોન્ફરન્સના ભાગરુપે દર વર્ષે ડાઈવર્સિટી નાઈટનું યજમાનપદ શોભાવે છે.
સાંસ્કૃતિક વૈવિધ્યતાની ઊજવણી તરીકે ઓળખાવાયેલી ઉત્સાહી સાંજે ભોજન, નૃત્યો, સંગીત નેટવર્કિંગ અને અન્ય ઘણી બાબતોની રેલમછેલ હતી. આ પ્રસંગે વક્તાઓમાં એડ બોલ્સ, ચૂકા ઉમન્ના, હેરિયેટ હર્માન અને સાદિક ખાન જેવા સાંસદો, ભારત અને ચીનના હાઈ કમિશનરોનો સમાવેશ થયો હતો. કોરોનેશન સ્ટ્રીટના દેવ અને સુનીતાને એવોર્ડ્ઝ એનાયત કરાયાં હતાં.
ડાઈવર્સિટી નાઈટ એક એવો મંચ છે, જ્યાં ચાઈનીઝ, આરબ, આફ્રિકન, તામિલ અને ભારતીય ઉપખંડમાંથી પ્રતિનિધિત્વ કરતા સમુદાયો અને જૂથો એકત્ર થાય છે. તેમની દૃષ્ટિ અને ધ્યેય લોકોને તેમના મતભેદોને ધ્યાનમાં લીધા વિના તેમના સામાન્ય રસ અને હિતો થકી એકબીજોને સાંકળવા ઉપરાંત, મહાન બ્રિટનની આશામાં તમામ લોકો વચ્ચે શાંતિ અને સંવાદિતાને ઉત્તેજન આપવાનું છે.

કિથ વાઝની ડાઈવર્સિટી નાઈટ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.